જો તમે દિલ્હી , મુંબઈ કે કેરળ માં રહેતા હો અને પ્રયાગરાજ ના કુંભમેળા ના દર્શન કરવા માંગતા હોવ પરંતુ તમને કોઈ ખ્યાલ નથી કે કઇ રીતે આ જગ્યાએ પહોચવુ ? તે માટે ના બધા રુટ વિશે ની માહીતી આજે તમને આ લેખ માં આપી શું કે તમને કયા રુટ થી કઈ ફલાઈટ , બસ કે ટ્રેન મળશે?

લખનૌ વિશ્વ નો સૌથી મોટો તથા મહાન કુંભ મેળો ભરાય છે. ૨૦૧૯ ના આવનાર વર્ષ મા આ કુંભમેળા નું આયોજન કયારે થશે તે વિશે ની માહિતી જાહેર કરી દેવાઈ છે.શાહીસ્નાન૧૫જાન્યુઆરી થી શરૂ થશે.તો હવે આ જગ્યા એ કેવી રીતે પહોંચવું ? ત્યાં જઇને કયા રેશો ? શું ખાશો? આ બધી મૂંઝવણો તમારા મગજ મા ઘૂમતી હશે.

તમને પ્રયાગરાજ માટે નો સીધો રૂટ નહી મળે તો હવે તમે કયા થી કઇ રીતે જશો તેની માહિતી નીચે મુજબ છે.
પ્રયાગરાજ વિમાનમથક બમરોલી થી કુંભમેળા નું અંતર અંદાજીત ૧૨ કિ.મી. નું અંતર છે. આ શહેરો થી વિમાન મા તમે પ્રયાગરાજ પહોંચી શકો.

- દિલ્હી – એર ઇન્ડિયા – નિયમિત
- લખનૌ –જેટ એરવેઝ –મંગળવાર,ગુરૂવાર,રવિવાર
- પટના – જેટ એરવેઝ – મંગળવાર,ગુરૂવાર,રવિવાર
- ઇન્દોર – જેટ એરવેઝ – સોમવાર,બુધવાર,શનિવાર
- નાગપુર – જેટ એરવેઝ – સોમવાર,બુધવાર,શનિવાર

ટૂંક સમય મા આ જગ્યાએ થી પણ ચાલુ થશે
- પૂણે – ઈન્ડીગો એરલાઇન્સ
- રાયપુર – ઈન્ડીગો એરલાઇન્સ
- બેંગ્લોર – ઈન્ડીગો એરલાઇન્સ
- ભુવનેશ્વર – ઈન્ડીગો એરલાઇન્સ
- ભોપાલ – ઈન્ડીગો એરલાઇન્સ
- દહેરાદૂન – ઈન્ડીગો એરલાઇન્સ
- મુંબઇ – ઈન્ડીગો એરલાઇન્સ
- ગોરખપુર – ઈન્ડીગો એરલાઇન્સ
- કોલકાતા – જુમ એયર
- લખનૌ – ટર્બો એનીવેશન

હવે જો તમે ટ્રેન થી પહોંચવા માંગતા હો તો આ છે રૂટ :
સ્ટેશન રોડ થી કુંભમેળા સુધી પહોંચવાના રસ્તા :
- ઈલાહાબાદ છીવકી – (ACO) – ૯.૪ કી.મી.
- નૈની જક્શન – (NYN) – ૭.૨ કી.મી.
- ઇલાહાબાદ જકશન – (ALD) – ૬.૫ કી.મી.
- ફાફામઉ જકશન – (PFM) – ૧૧.૯ કી.મી.
- સુબેદારગંજ – (SFG) – ૧૧.૨ કી.મી.
- ઇલાહાબાદ સીટી – (ALY) – ૩.૮ કી.મી.
- દારાગંજ – (DRGJ) – ૧.૩ કી.મી.
- ઝુસી – (JI) – ૭.૬ કી.મી.
- પ્રયાગ ઘાટ – (PYG) – ૧.૫ કી.મી.
- પ્રયાગ જકશન – (PRG) – ૫.0 કી.મી.

આ ઉપરાંત રેલવે દ્વારા કુંભના મેળાના ભકતો માટે ૮૦૦ સ્પેશિયલ ટ્રેન ની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.દેશ ના દરેક ઝોનમાથી સ્પેશિયલ ૬ ટ્રેનો હશે. આ ઉપરાંત પ્રયાગરાજ થી નવી દિલ્હી ૫૦૦૦ પ્રવાસી સફર કરી શકે તેવી ૫ સ્પેશિયલ ટ્રેન ચલાવવા નું આયોજન કરી રહી છે.

પ્રયાગરાજ મા ૪ જુદા-જુદા વિસ્તાર મા બસ સ્ટેન્ડ આવેલા છે. સિવિલ લાઇન , ઝીરો રોડ , લીડર રોડ તથા ઝુંસી બસ ડેપો. આ બધા ક્રમશ: ૫ કિ.મી. , ૪.૯ કિ.મી. , ૬.૬ કિ.મી. અને ૬.૯ કિ.મી. અંતરે આવેલા છે.
આ ઉપરાંત કુંભ મા ગંગા સ્નાન કરવા માટે ૮૦૦૦ બસો શરૂ કરશે જેમાં ૬૦૦૦ બસો કાર્યરત કરાશે અને ૨૦૦૦ બસો બેકઅપ મા રહેશે. આ ઉપરાંત લખનૌ થી ૪૦૦ બસ આલમબાગ , ચારબાગ , કેસરબાગ થી કુંભમેળા સુધી સંચાલિત કરવા મા આવશે. આ બસો ની એડવાન્સ બુકિંગ મા ભાડામા ૫ થી ૧૫ ટકા ની રાહત રહેશે.

હવે વાત આવે અહીં રોકાણ કરવાની તો તેના માટે નીચેની વેબ લીંકો ની વિઝિટ કરવી જયા તમને રહેવા – જમવા ની સુવિધા મળી રહે.
- www.kalpvrikash.in Contact no : 9415247600
- www.kumbhcanvas.com Contact no : 6388933340
- www.indraprasthamcity.com Contact no : 8588857881
- આ ઉપરાંત www.ohabnb.comપરથી તમે માહિતી મેળવી શકોછો. આ ઉપરાંત ઈલાહબાદ જંકશન પર પણ ૧૦૦૦૦ લોકો ની ક્ષમતા ધરાવતા રહેણાંકો રહેલા છે.
