મિત્રો દરેક ના ઘર માં ફૂલ છોડ હોય જ છે ,પણ કેટલાક લોકો ને પૂરતી માહિતી ન હોવાથી ફૂલ છોડ નું જતન કરી શકતા નથી અને કંટાળી જાય છે. તો આજે અમે એવા ઘરેલુ ઉપાય તમારા માટે લઈ આવ્યા છે જેથી તમારા ફૂલ છોડ નો સારામાં સારો અને જડપથી વિકાસ થશે .

1. કેળા ની છાલ :
આપણે બધા કેળાં ખાવામાં ઉપયોગ કરીએ છીએ અને તેની છાલ ફેકી દઈએ છીએ. પણ છાલ નો ક્યાં ઉપયોગ કરવો અને કેવી રીતે કરવો એ જાણીએ. કેળા ની છાલ ને એકઠી કરી, બરાબર કટીંગ કરી લો. ત્યારબાદ એક પ્લાસ્ટિક જગ માં નાખી થોડું પાણી ઉમેરી લો. એટલે કે આખો જગ ભરાય જવો જોઈએ. જેથી કેળાની છાલ પાણી માં તરતી જણાય. અને જગ ને પેક કરી દો.

જગ ને આ અવસ્થા માં ત્રણ દિવસ રાખો. અને અંતે ત્રણ દિવસ પછી તે છાલ પાણી માં એકદમ રૂજાય અને કાળી પડી જશે. ત્યાર બાદ પાણી બરાબર મિક્સ કરી એક વાસણ માં ગરણી વડે ગાળી લો. અને તે પાણી યોગ્ય માત્રા માં છોડવા ને આપી દો. આ રીતે અડવાડિયામાં એક વખત કરવું. આ રીતે તમને ફૂલ છોડ ની વૃદ્ધિનું જબરદસ્ત રિજલ્ટ જોવા મળશે.

2. ડુંગળી ની છાલ :
દોસ્તો , ડુંગળી રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે એક યોગ્ય ઔષદ્ધિ છે. અને ઘણી બીમારી નો કારગર ઉપાય છે. પણ શું તમે ડુંગળીની છાલ વિશે જાણો છો?? તો ચાલો જાણીએ ડુંગળી ની છાલ ના વિશેષ ઉપાય. ફૂલ છોડ ની વૃદ્ધિ માટે ડુંગળીની છાલ એક બાઉલ માં એકઠી કરી લો.

ત્યારબાદ એક પ્લાસ્ટિક જગ માં બધી છાલ નાખી ઉપર પાણી ભરી લેવું. આખો જગ ભરાઇ જાય, ત્યાર બાદ જગ ને પેક કરી દો. એક દિવસ આજ અવસ્થામાં રાખવું. ત્યાર બાદ પાણી લાલાશ પડતું થઇ જશે. અને તેને ગરણી વડે ગાળી તમારા ફૂલ છોડ માં ઉમેરી દો. આ રીતે ફૂલ છોડ નો જડપ થી વિકાસ થશે.

3. EPSOM SALT :
EPSOM SALT એ મેગનેશ્યમ સલફેટ નું બીજું નામ છે. EPSOM SALT ને છોડની માટી માં મિક્સ કરી શકો છો . અથવા તો તમે એને સ્પ્રે પણ કરી શકો છો. 1 લિટર પાણી માં માત્ર 1 ચમચી મિક્સ કરી છોડ ના પાન માં તથા માટીમાં સ્પ્રે કરી શકો છો .

4. કોફી :
કોફી ના ઉપયોગ થી પણ તમે ફૂલ છોડ ની શંખ્યા માં વધારો કરી શકો છો . 1 કપ પાણી માં 1ચમચી કોફી ઉમેરી ઉપયોગ માં લેવું . છોડવા ની માટી મા કોફી ઉમેરવાથી ન્યુટ્રિશન અને એસિડિક તત્વો બને છે. જેને કારણે ફૂલો ની શંખ્યા માં વધારો થાય છે .
